400 વર્ષથી વધુ જૂના મંદિર શ્રી ગેડિયા કાળીયા ઠાકરની જગ્યા
નવનિર્મિત મંદિર
મહંતશ્રી નારાણદાસજી બાપુ
શ્રી કાળીયા ઠાકર ની જગ્યા
ગુજરાતની પશ્ચિમે સૌરાષ્ટ્ર નામનો એક ભાગ છે. તેમાં ચાર વિભાગો છે. તેની પ્રતાપી ભૂમિમાં અનેક સૂરા અને સંતો થઈ ગયા છે. વાહ, શું દેવ ભૂમિ ! તેમાં ઝાલાવાડ વિભાગમાં દસાડા તાલુકો છે. તેની અંદર બાણું ગામો છે, તેમાં ગેડિયા એક રળિયામણું અને સુંદર ગામ છે.